Two amazing women oriented short stories clubbed together. It won first prizes!!_______________________________________________1. મુખવટો"લીના તારી પાસે ઉભી છે?""હા.""લતા, તારા મોઢા પર સ્મિત છેને?"હું ચુપ થઈ ગઈ અને પ્રીતિષ ફોનમાં ગુસ્સે થઈ ગયા."લતા, મેં કાંઈ પૂછ્યું તને!"મેં મલકાવાનો પ્રયત્ન કર્યો અને ધીમેથી બોલી"જી.""જો લીનાને જરા પણ ભનક પડી કે આપણા વચ્ચે કેવો સંબંધ છે, તો તને પાછલી માર યાદ અપાવી પઢશે. સમજી?""જી.""હવે પ્રેમથી બોલ, આઈ લવ યુ."આવી કોઈ લાગણી દૂર દૂર સુધી મારા હૃદયમાં હતી જ નહીં. હું અંદરથી ધ્રુજી રહી હતી અને મારુ દિલ જોરજોરથી ધબકારા મારી રહ્યું હતું. કાંપતા હોઠે હું એમનો હુકમ બજાવી લાવી.ફોન મુકતાની સાથે મારી નાની બહેન