રાતનો એક વાગ્યો છે. સ્ટડીરૂમ સિવાય બધે કાં તો લાઈટ બંધ છે કાં નાઈટલેમ્પ છે. સ્ટડીરૂમમાં રોહિત કંઈક લખે છે. આ ઇમેલના જમાનામાં કાગળ! શું વાત છે? કોઈક તો ખાસ હશે. હા, છે. એની પ્રેયસી સ્વરા. આ પ્રકરણ આમતો સામાન્યરીતે જેમ કોલેજમાં ચાલુ થાય એવું નથી. વાત એવી છે કે થોડા વર્ષો પહેલા રોહિતના ઘરના એક સદસ્યનું અવસાન થયું. એના માટે બધી કાયદેસરની વિધિઓ કરવાની જવાબદારી રોહિતના ખંભે આવી રોહિત તાજેતાજો જવાનીમાં પ્રવેશેલો ઉપરથી ભણી વહેલાસર ફીનાન્સિયલી ઈન્ડિપેન્ડન્ટ થઈ ગયો. ધીમે ધીમે બધું સેટલ કરતો ગયો. હવે વારો હતો પોસ્ટ ઓફિસનો, ત્યાં રોકેલી મૂડી લઈ ખાતું બંધ કરવાનું