અપશુકન - ભાગ - 4

(18)
  • 4.6k
  • 2.1k

બધું સમેટીને ફરી પાછી લાંબી થઈ ત્યારે નીચે આવેલા પાંચ ટાંકા દુખ્યા. અંતરાને ત્યારે ભાન થયું કે એને તો ટાંકા આવ્યા છે. ડિલિવરી નોર્મલ થઈ હતી, પણ બેબીનું માથું બહાર નહોતું આવતું એટલે વેક્યુમથી ખેંચવામાં વજાઈનાનો ભાગ થોડો ખૂલી ગયો હતો. હા, બેસવા- ઊઠવામાં દુખાવો થયો હશે, પણ અંતરા દીકરીને ન મેળવી શકવાના ગમમાં એટલી ડૂબેલી હતી કે ટાંકાનો દુઃખાવો તેને ધ્યાનમાં જ ન રહ્યો! અંતરા બેડ પર સૂતી એવી વિચારોમાં ખોવાઈ ગઈ. અંતરા અંધેરીની એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. દરરોજ સ્ટેશન જવા માટે ૮.૩૦ની બસ પકડતી. સ્વાભાવિક રીતે એ સમયે ગિરદી બહુ જ રહેતી. અંતરા દેખાવમાં ખૂબ