અપશુકન - ભાગ - 3

(14)
  • 4.7k
  • 2.1k

“કેમ તારી વાત અલગ છે? તું એનો પિતા છે. તને છ આંગળીઓ છે તો સ્વાભાવિક છે કે તેને છ આંગળીઓ જીન્સમાં આવી છે. તું અપશુકનિયાળ નથી ને? તો એ કેવી રીતે અપશુકનિયાળ થઈ ગઇ? હજુ તો આજે તેણે પૃથ્વી પર જનમ લીધો છે. સતત બાર કલાકના લેબર પેઇન બાદ તે મારા પેટમાંથી બહાર આવી છે. હું ભાનમાં નહોતી, જ્યારે હું ભાનમાં આવી અને સિસ્ટરે મને તેનો ચહેરો દેખાડ્યો તો મારું બધું પેઇન જાણે ગાયબ થઈ ગયું! કેટલી શાંતિથી સૂતી હતી એ. ગુલાબી ચહેરો, નાજુક હોઠ, વાળ ઘુંઘરાળા થઈને કાનની પાછળ વળેલા. સિસ્ટરે તેને સફેદ રૂ જેવા કપડામાં વીંટી હતી. કેટલી