રાજકારણની રાણી - ૬૮ - છેલ્લો ભાગ

(101)
  • 4.9k
  • 1
  • 2.4k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૮ (અંતિમ) સુજાતાબેન અને હિમાની હોટલના રૂમમાં પ્રવેશ્યા. જનાર્દન અને ધારેશે એમનું ફૂલોનો બુકે આપી સ્વાગત કર્યું. સાથે મીઠાઇ ખવડાવી અભિનંદન આપી આનંદ વ્યક્ત કર્યો. હોટલના એ રૂમમાં કોઇ ઉત્સવ જેવો માહોલ હતો. રાજ્યના ભાવિ સીએમ સુજાતાબેન એમની સામે છે એ જોઇને જનાર્દન અને હિમાની તો ખુશીથી ફૂલ્યા સમાતા ન હતા. થોડીવાર સામાન્ય વાત કર્યા પછી જનાર્દને સુજાતાબેન આવ્યા ત્યારે કહેલી વાતનું અનુસંધાન કરતાં પૂછ્યું: બેન, તમે તો રાતોરાત બાજી પલટી નાખી. રાજેન્દ્રનાથની મનની મનમાં જ રહી ગઇ... ત્યારે સુજાતાબેન ગંભીર થઇ બોલ્યા: જનાર્દન, કશું રાતોરાત થતું નથી. આ બાજી પલટાવવા માટે અમારી કેટલીય રાતોની મહેનત રહી છે...અમે જે મહેનત કરી એ પ્રજાના હિત માટે હતી. લોકોના આશીર્વાદ અને શુભેચ્છા માગવાની ઇચ્છા રાખનારા રાજેન્દ્રનાથને