પ્રિય..... પ્રીતવંદના... તું કુશળ હોઈશ.વરસો વીતી ગયાં.તારી યાદને આ શરીરના ખૂણે સંઘરીને બેઠો છું.ક્યારેક તારી યાદમાં વધુ પડતો શ્વાસ લેવાઈ જાય તારી યાદ ની પીડા અસહ્ય બની જાય છે.દિલના અતલ ઊંડાણ માં ધબકાર પણ કોઈને નહીં સાંભળાતો.તું હતી ત્યારે દૂર દૂરથી તને જોઈ રાજી થતો.હવે તે પણ નસીબ નથી.તું ખેતરે થી ચાર ઘાસ પુળો લઇ કાંટાળા બાવળીયા રસ્તે વિહરતી ત્યારે માથે ભારો અને સાથે યૌવનનો ભાર થી પરસેવે રેબઝેબ તું મલપતી ચાલે ચાલતી,મુખે મલકાટ સંગ પગે કાંટા ટાળે ત્યાં શ્યામવર્ણ વદનને કાંટા ઉઝરડા કરે તો ચીસ પાડતી અચૂક મુખે "પ્રસંગ"......! નામની ચીસ પડી જતી.પ્રસંગ તેના દરેક પ્રસંગનો જીગરી જાન