ભૂતાવળ

  • 3.2k
  • 786

“ભૂતાવળ” દુર થી હવા ની સાથે વહી આવતા “રામ બોલો ભાઈ,રામ” ના અવાજો એ સુકો રોટલો અને ડુંગળી ને મોઢાં માં ઓળી રહેલા ભીખા ના કાને અથડાયા,અને ભીખો કોઈ રાની પ્રાણી ની જેમ અવાજ ની દિશા માં કાન ફેરવવા લાગ્યો.અવાજ થોડો નજીક આવતા જ ભીખા ના ચહેરા પર એક અજાણી સુખદ લાગણી ની રેખાઓ નો ઓપ વરતાવવા લાગ્યો.ભીખા ના ચહેરા પર આવેલી આ ચમક ચુલા પાસે બેસી ને ડુંગળી ને હાથ થી ફોડી રહેલી તેની પત્ની રૂખી પામી ગઈ,અને તેની આંખો માં થી આ જ ચમક દેખાવા લાગી. રૂખી એ વિચારી ને આનંદિત થઇ ગઈ કે આજે