લવ બાઇટ્સપ્રકરણ-76 રાજમલકાકાનાં ઘરે બધાં ભેગાં થયાં હતાં બીજે દિવસે જોબ પર જવાનું હતું સ્તવન એનાં વિચારોમાં હતો અને વાત નીકળી કે શનિ-રવિમાં કુંબલગઢ જવાનું છે અને ચાર જણાં ફરવા જઇશું. મહાદેવનાં મંદિરે દર્શન કરીને પછી આગળ વધીશું. વચ્ચે રાણકપુરની વાત આવી અને ભંવરીબેને કહ્યું અમારે પણ હવે રાણકપુર જવું છે ઘર ખોલી સાફસફાઇ કરાવીશું ઘણો સમય થયો એવું લાગે છે. લલિતામાસીએ કહ્યું આવો લ્હાવો અમને ક્યાં મળવાનો અહીં રહો તમારુજ ઘર છે ને ? અને સ્તવને એ સાંભળીને કહ્યું કાકી તમે કાયમ એવી રીતેજ રાખ્યાં છે ક્યારેય અમને પારકું નથી લાગ્યું અમારુ ઘર છે એવુંજ લાગ્યું છે પણ મારે