હેત...

(16)
  • 3.4k
  • 1
  • 1.1k

"લગ્નને છ વર્ષ પૂરા થયા તો પણ હજી પૂર્વીનો ખોળો ખાલી જ છે." તેવું ચિંતા સાથે પૂર્વીના સાસુ રીનાબેન પોતાની ફ્રેન્ડ મયુરાને કહી રહ્યા હતા. મયુરા: પણ, કોઈ સારા ડૉક્ટરની દવા કરને.. રીનાબેન: ત્રણ થી ચાર ડૉક્ટર બદલ્યા.. પણ કોઈ રિઝલ્ટ મળતું નથી. મયુરા: તમારા કુળદેવીની કે જેને માનતા હોય તે ભગવાનની બાધા રાખી જો ને.. રીનાબેન: બધું જ કરી ચૂક્યા છીએ. હવે તો ભગવાન પરથી પણ ભરોસો ઉઠી ગયો છે. મયુરા: ના ના, એવું ન વિચારીશ. ભગવાન ઉપર વિશ્વાસ રાખ, કાલે સવારે સારો દિવસ આવશે. અને મયુરાના બોલ ફળ્યા હોય તેમ પૂર્વીને સારા દિવસો જવા રદ લાગ્યા. ઘરમાં બધાં