પાખી જેવો પ્રહરના ઘરનો દરવાજો ખુલ્યો, એ તરત જ પ્રહરના રૂમમા પહોંચી ગઈ. પાખી પ્રહર અને પ્રહરનો રૂમ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. પ્રહરના રૂમની બધી કાચની વસ્તુઓ તૂટીને વિખરાયેલી પડી હતી. રૂમ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. પ્રહર એક ખૂણામા દીવાલના ટેકે માથે હાથ દઈ બેઠો બેઠો રડતો હતો. પાખી પ્રહર પાસે દોડી ગઈ. પ્રહરની બાજુમા આવી બેસી, પ્રહર શુ થયુ ? આંટી અંકલ ક્યાં છે ? પાખી.....તું.. તું આવી.. એમ કહી . પ્રહરે પાખીના ખભા પર માથું મૂકી રડવાનું ચાલુ કરી દીધુ. સાડત્રીસ વર્ષનો પ્રહર સાત વર્ષના બાળક જેમ રડવા