સરકારી નોકરી માટે વલખાં મારતાં વિદ્યાર્થીઓની વ્યથા

  • 6.4k
  • 1
  • 2.4k

શાળાના વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં ન આવી જાય તે માટે અનેક સેમિનાર કરવામાં આવતાં હોય છે. એમાંય બોર્ડના વિદ્યાર્થીઓ માટે તો વિશેષ રીતે સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન થતું રહેતું હોય છે. આપણા વડાપ્રધાનશ્રી પણ પરીક્ષા પહેલાં ' પરીક્ષા પે ચર્ચા ' નામનો કાર્યક્રમ કરીને વિદ્યાર્થીઓનું મનોબળ વધારતાં જોવા મળે છે. જો બાળક પરીક્ષામાં નિષ્ફળ જાય તો એને નિષ્ફળતામાંથી બહાર લાવવામાં મદદરૂપ થાય તેવી ફિલ્મો પણ બનતી હોય છે. જેથી વાલીઓ પોતાના સ્વપ્નો બાળકો પર ઠોકી ન બેસાડે અને બાળકને યોગ્ય માર્ગદર્શન આપે. બાળકોને ઘરમાં જ યોગ્ય વાતાવરણ મળી રહે એ માટે વાલીઓને પણ સમજાવવામાં