અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-2 થેન્ક યુ સિદ્ધાર્થ. એરફોર્સ વિષે તેમજ મિગ વિમાનો વિષેની મહત્વપૂર્ણ જાણકારી આપવાં માટે. *** “યાર.... હવે તું જ કે’….! હું શું કરું..!?” ફરિયાદ કરતો હોય અભિમન્યુએ પૃથ્વીને પૂછ્યું. બંને BSc કૉલેજનાં ત્રીજા વર્ષમાં હતાં. બંને શહેરની અલગ-અલગ કૉલેજમાં ભણતાં હતાં. જોકે તેમની કૉલેજ એકબીજાંથી દસેક કિલોમીટર જેટલાં અંતરેજ હતી. આથી કોઈ-કોઈવાર લંચ બ્રેક પછીનાં લેકચર બંક કરીને બંને મળી લેતાં. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ પ્રોબ્લેમ થઈ હોય. “સરકારી નોકરી ગોતી લે...! બીજું શું...!?” અભિમન્યુને ચિડાવતો હોય એમ પૃથ્વી બોલ્યો. “અરે યાર એટલી ઈઝીલી મલી