સ્ત્રી સંઘર્ષ....ભાગ 28

  • 3.2k
  • 1
  • 1.3k

બારીના સળિયા માં આંગળી ભરાવી રુચા બહાર વહેતા પવનને જોઈ રહી , તેની આંખમાં આવેલા આંસુઓ કેમેય કરીને સુકાતા ન હતા પોતાની જાતને દોષારોપણ કરે કે પોતે કશું ખોટું કર્યું નથી તે માટે લડે તેનો તે નિર્ણય કરી શકતી ન હતી. વીતેલા એક અઠવાડિયા દરમિયાન તેની જીંદગી બદલાઈ ગઈ હતી. ન બનવાજોગ ઘણું બધું અવિચારીત અત્યારે બની ગયું હતું. પોતે આં બંધ બારણાં ના ઓરડામાં ચાર દિવાલો વચ્ચે તે અંધકારમય પોતાની દુનિયા જોઈ રહી હતી અચાનક બની ગયેલી આ બધી ઘટનાઓ માં સૌ કોઈ તેને જ દોષી ઠરાવીને અપમાનિત કરી રહ્યા હતા. હોસ્પિટલના બેડ ઉપર સૂતેલો રાજીવ