ખૂની કોણ ?

  • 3.7k
  • 2
  • 1.4k

*?ખૂની કોણ?* ગામના પાદરથી થોડી દુર અવાવરું જગ્યાએ કંઈક ભાળી ગયેલો રૂપલો ગભરાટમાં, "લાશ ,લાશ..."નામની બુમો પાડતો ગામ તરફ આવ્યો. ગામલોકો આશ્ચર્યચક્તિ થઈને રૂપલાએ બતાવેલી જગ્યા તરફ તેની પાછળ દોડ્યા. માંડ પચાસ સાઈઠ ઘર અને ત્રણસો જણની આબાદીવાળા એ ગામમાં વિચિત્ર દોડાદોડ શરૂ થઈ ગયી.કેટલાક લોકો ગભરાટના લીધે ટોળા પાછળ ધીમે ધીમે જવા લાગ્યા તો કોઈકોઈ સૌથી પહેલા લાશ જોઈ લેવાની હોડમાં દોડતા દોડતા પડતા આખડતા ત્યાં પહોંચ્યા. છેવટે બધા ઘટના સ્થળે પહોંચ્યા. હજુ કેટલાક ડરપોક લોકો ટોળાંની પાછળ ઉભા રહીને જોતા હતા કે હકીકત શું છે ? તો વળી કેટલાક, રખેને