સાનિધ્ય - પ્રેમની રાજનીતિ - 1

  • 3k
  • 1k

•સાનિધ્ય -પ્રેમની રાજનીતિ• પ્રકરણ -૧સાનિધ્યના ઘરે આજે ફરી પાંચ વર્ષ પહેલા જેવોજ માહોલ છે.ઘરની બહાર જીગ્નેશભાઈની રાજકીય પાર્ટીના સમર્થકો અને અનેક નેતાઓ ઢોલ-નગારા ના અવાજ સાથે નાચી રહ્યા છે. ફટાકડાના અવાજથી પોરબંદર શહેરની ગલી ગલી ગુંજવી નાખી છે. પોરબંદર નગરપાલિકાના સામાન્ય હોદેદારથી પોતાના રાજકીય ભવિષ્યનો પાયો નાખનાર જીગ્નેશભાઈ પરમાર આજે લોકસભા સાંસદ બની ગયા હતા.પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અને જીગ્નેશભાઈના નાના ભાઈ હસમુખ પણ ખુશીમાં સૌને મીઠાઈઓ વહેંચી રહ્યા હતા.સુવિધા સંપન્ન જીવન જીવનાર પરમાર પરિવારમાં વૈશાલીબેન અને તેમના દેરાણી રીમાબેન