એક પૂનમની રાત - પ્રકરણ-41

(126)
  • 6.9k
  • 2
  • 4.8k

એક પૂનમની રાત પ્રકરણ-41 અવાવરૂ વાવ પાસે બધાં આવ્યાં. અર્ધબળેલી લાશને જોઇને વ્યોમા ચીસ પાડી ઉઠી આ કોની લાશ છે ? કાળુભાએ પણ લાશનાં ફોટાં લીધાં વીડીયો ઉતાર્યો. દેવાંશ વાવની હાલત જોઇને આધાત પામી ગયો. એણે વિચાર્યુ હમણાં થોડાં દિવસ પહેલાં વાવ કેવી હતી અને આજે કેવી હાલતમાં જોઇ રહ્યો છું એ બળેલી લાશ પાસે આવ્યો અને બોલી ઉઠ્યો ઓહ આ તો રામુ છે મીલીંદનાં ઘરનો નોકર એ અહીં ક્યાંથી આવ્યો ? એને કોણે મારીને બાળી નાંખ્યો ? વાવની આગમાં એ કેવી રીતે ભૂંજાયો ? કાળુભાએ કહ્યું દેવાંશ તું આને ઓળખે છે ? આ રામુ એટલે કોણ ? દેવાંશ સાવ બઘવાઇ