અનાથાશ્રમ - ભાગ 2

  • 4.6k
  • 2.2k

પોતાના માતા- પિતા જગદીશ ભાઈ અને ગાયત્રી બહેનને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો નિર્ણય કરીને આશિષ તો શાંતિથી સુઈ ગયો. પોતાની યોજના સફળ થઈ તેના આનંદમાં રુચિકા પણ મીઠી નીંદર માણવા લાગી.. પણ ન સુઈ શક્યા તેમના માતા પિતા ગાયત્રી બહેન અને જગદીશ ભાઈ અને એ માતા પિતાને નીંદર આવે પણ કેમ જેના એકના એક દીકરાએ એમને ઘર છોડવાનું એટલી સરળતાથી કહી દીધું. ગાયત્રી બહેન તો સાવ ઢગલો થઈને બેસી ગયા અને રડવા લાગ્યા.જગદીશ ભાઈને પણ કદાચ રડવું જ હતું પણ એ એવાં વિચાર સાથે ન રડી શક્યા કે જો એ પણ તૂટી જશે તો પોતાની પત્નીને કોણ સંભાળશે?તેમણે