ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-19

(69)
  • 3.9k
  • 2
  • 2k

(કિઆરાના કોઇને કહ્યા વગર બહાર રહેવાના કારણે જાનકીવિલામાં ખૂબજ ચિંતાનો માહોલ હતો.કિઆરા ઘરે આવતા જ જાનકીદેવી તેના પર વરસી પડ્યાં.એલ્વિસે તેને બચાવી લીધી.અહીં અજયકુમાર એલ્વિસની માફી માંગવા ઘરે આવ્યાં હતાં.તેટલાંમાં વિન્સેન્ટને ખબર પડે છે કે એલ્વિસને બદનામ કરવા કોઇએ કઇંક ન્યુઝ ફેલાવ્યાં છે.) એલ્વિસ અને વિન્સેન્ટ અજયકુમાર સામે જોઇ રહ્યા હતાં. "શું થયું?"અજયકુમારે ભોળા ભાવે પુછ્યું. વિન્સેન્ટે પોતાના મોબાઇલમાં તે વાઇરલ થઇ રહેલા ન્યુઝ બતાવ્યાં. "ડેશિંગ સુપરસ્ટાર એલ્વિસ બેન્જામિન ઇઝ ગે.વોટ નોનસેન્સ,આવા વાહિયાત સમાચારા આપે છે.તે પણ મેડિકલ રીપોર્ટ્સ સાથે.આ બધું ક્યાંથી લાવે છે,આ લોકો?"અજયકુમારે કહ્યું. એલ્વિસ અને વિન્સેન્ટ હજી અજયકુમાર સામે જ જોઇ રહ્યા હતાં. "તમે મારી સામે આમ