મહાભારતનું આલેખન

  • 2.7k
  • 898

મહાભારતનું યુદ્ધ તો પૂરું થયું. પાંડવો લાંબો સમય રાજ્ય કરીને આખરે સદેહે હિમાલય થઈને સ્વર્ગ પ્રયાણ કરવાના હતા તે તો એ વખતે ભવિષ્યની ઘટના હતી. પણ આ યુદ્ધની કથા આવનારી પેઢીઓને કહેવી, અમર રહી જાય તે રીતે - એ કેવી રીતે કરવું? ભરતવંશના આદિ પુરુષ મુનિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ વિચારી રહ્યા હતા. પોતે બોલે તો પણ એમનો અવાજ કોઈ સાંભળે અને ત્યાં જ વિસરાઈ જાય. કથા પણ ખૂબ લાંબી હતી. છતાં કહેવી જરૂરી હતી જેથી તેમાંથી બોધ લઈ આવનારી પેઢીઓ માનવજાતનો મહાવિનાશ નોતરે નહીં. મુનિ વ્યાસ મહાભારતનાં યુદ્ધથી ખૂબ વ્યથિત હતા. પોતે આદિ પૂર્વજ, પોતાના પુત્ર શાંતનુ દ્વારા મત્સ્યકન્યા સત્યવતી સાથે