આધ્યાત્મિક જગતમાં જેમનું નામ મોખરે છે એવા આદિ શંકરાચાર્ય, સંન્યાસી હોવા છતાં સમાજસેવા કરી જાણનાર સ્વામી વિવેકાનંદ, આઝાદી માટે પોતાનું જીવન કુરબાન કરીને દેશના યુવાનોમાં ક્રાંતિની જ્વાળા પ્રજ્વલિત કરનાર ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા વીર સપૂતો, પોતાનાં જ્ઞાનથી વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર મહાન ગણિતજ્ઞ ડૉ. શ્રીનિવાસ રામાનુજન હોય કે પછી ભારતમાં અવકાશ વિજ્ઞાનનો પાયો નાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડૉ. વિક્રમભાઈ સારાભાઈ હોય, આવા તો અનેક મહાનુભાવો આપણા દેશમાં થઈ ગયા કે જેમણે ખૂબજ નાની ઉંમરમાં પોતાની ઉંમર કરતાં પણ વધુ ઉપલબ્ધિઓ મેળવી લીધી હતી. એનું કારણ માત્ર એટલું જ કે, આ બધા મહાનુભાવોએ જે પણ ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કર્યું,