રાજકારણની રાણી - ૬૬

(53)
  • 4.6k
  • 1
  • 2.6k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૬ધારેશની વાત સાંભળી જનાર્દનનું ચિત્ત વિચલિત થઇ ગયું. તેના દિલને ધક્કો લાગ્યો હોય એવો અનુભવ થયો. પોતાની નારાજગી છુપાવવા તે વોશરૂમ જવાના બહાને ઊભો થયો અને પછી ગેલેરીમાં જઇને વિચારવા લાગ્યો. જનાર્દનને એમ લાગવા લાગ્યું કે ધારેશનું મહત્વ તેનાથી વધી ગયું છે. હિમાનીને સુજાતાબેન નાની બહેન જેમ રાખે છે પણ મારા કરતાં ધારેશ સાથે રાજકારણ વિશે વધુ વાત કરે છે. કેટલીક વાતો મારાથી છુપાવી રહ્યા છે કે પછી કોઇ કારણથી સ્પષ્ટ રીતે કહી રહ્યા નથી.પોતે એમ જ સમજતો હતો કે ધારેશનું સ્થાન સુજાતાબેનના દિલમાં એક પ્રેમપુરુષ સુધી જ સીમીત હશે. પણ તેને હોદ્દો આપવાની