રાજકારણની રાણી - ૬૫

(57)
  • 5k
  • 1
  • 2.4k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૫જનાર્દનને સુજાતાબેનની વાત પરથી સુરેશભાઇ માટે હમદર્દી અને રાજેન્દ્રનાથ કુટિલ હોવાનું સાબિત થઇ રહ્યું હતું. તે સુરેશભાઇને મુખ્યમંત્રી પદ માટે ના પાડવા સમજાવવા ગયા હતા.સુજાતાબેન પોતાની વાતને આગળ ધપાવતાં બોલ્યા:"સુરેશભાઇને મળી ત્યારે એમને મારી વાત યોગ્ય લાગી. આમ પણ હવે આ એમની છેલ્લી જ ટર્મ છે અને એમણે મારા રસ્તે ચાલીને પ્રચાર કર્યો હતો. મેં એમના માટે પણ પ્રચાર કર્યો હતો. એમને અગાઉનો રાજેન્દ્રનાથનો અનુભવ સારો ન હતો. રાજેન્દ્રનાથે એમને ઉપમુખ્યમંત્રી બનાવવાની આ ચૂંટણીના પરિણામ પછી ઓફર આપી જ હતી. જો હાઇકમાન્ડ એમને મુખ્યમંત્રી બનાવી દે તો રાજેન્દ્રનાથના અભિમાનને જબરદસ્ત ઠેસ પણ લાગે. એ