રક્ત ચરિત્ર - 34

  • 3.1k
  • 1.2k

૩૪ "સુરજ ઉભો રે...."અરુણએ દોડીને સુરજનું બાવડું પકડ્યું. "હાથ છોડ મારો..." સુરજએ એક ઝટકા સાથે તેનો હાથ છોડાવ્યો. "તું સાંજ સાથે આવું વર્તન કેમ કરે છે સુરજ?" અરુણ સુરજની સાથે ચાલવા લાગ્યો. "સાંજએ મારી માં સાથે જે વર્તન કર્યું એ તેં નઈ જોયું?" સુરજ ઉભો રહી ગયો. "એ વર્તન પાછળનું કારણ હું તને જણાવું, આવ ક્યાંક બેસીને વાત કરીએ." અરુણ સુરજને મંદિરના બગીચામાં લઇ આવ્યો. "શું કારણ છે હવે બોલ." સુરજ બાંકડા પર બેઠો. "સાંજના બાપુ અનિલસિંહજી સાથે શું થયું હતું તું જાણે છે?" અરુણ પણ સુરજ સામે બેઠો, સુરજએ નકારમાં માથું હલાવ્યું. "આજથી ૧૯ વર્ષ પહેલાં સાત જણએ મળીને