આગે ભી જાને ના તુ - 45

  • 3k
  • 1
  • 1.1k

પ્રકરણ - ૪૫/પિસ્તાલીસ ગતાંકમાં વાંચ્યું... મનીષ અને માયા મંદિરમાં જાય છે અને અચાનક કોઈ સળવળાટ થતા મંદિરના દરવાજા બંધ થઈ જાય છે...અનન્યાને વારંવાર એક સપનું સતાવી રહ્યું છે જેમાં એક સ્ત્રી એને કમરપટ્ટો આપી રહી છે અને એ કમરપટ્ટો એને ભરડો લે છે.. આ વાત એ અનંતરાયને કરે છે અને અનંતરાય એને એક તસવીર બતાડે છે.... હવે આગળ.... "આ સ્ત્રી જ તરાના છે અનન્યા..." અનંતરાયે મોબાઈલમાં તસવીર બતાડતા કહ્યું. "શું....? આ... આ...તો મારી તસ્વીર છે....એ મારા સપનામાં કેમ આવે છે..શું કહેવા માગે છે...બધું મારા સમજની બહાર છે. પપ્પા પ્લીઝ મને આઝમગઢ લઈ જાઓ.. મારે રાજીવ પાસે જવું છે...એનો જીવ જોખમમાં