પર્જન્યને નોકરી નો ઓર્ડર સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકામાં થયો.જિંદગી નો પ્રથમ અનુભવ હતો કે તે વડોદરા ઘેર થી નીકળ્યો કે ડુમ્મસ ક્યાં હશે? લોકો કહેતાં કે ડુમ્મસ એટલે સુરતનું દરિયા કાંઠાનું પર્યટન સ્થળ છે. રેત અને બાવળની અંદર છુપાયેલું બે ઘડીક પ્રિયજન સાથે બેસીને વાતો કરવાનું સ્થળ છે. તેમાંય રવિવાર એટલે અબાલવૃદ્ધ બધાં પોતપોતાનું વ્હીકલ લઇ મોજ મસ્તી માટે ઉમટી પડે તેવું સુંદર સ્થળ છે. એવું મિત્રો પાસે સાંભળ્યું હતું. પરંતુ પ્રત્યક્ષ જોયું ન્હોતું. અવનવા વિચારમગ્ન ચહેરે આશાઓ,અરમાનો સાથે નવી ધરતી,નવાં માનવીઓ સાથે મારી નવી દુનિયા ઉભી કરવાની હતી.સુરત બસ ડેપો થી ઊતરી ડુમ્મસ