કુદરત નો કહર

  • 2.9k
  • 710

"મમ્મી, જો તો, આ શોકેસ હલી રહ્યો છે, કે પછી મારો વહેમ છે?"મમ્મી હાથમાં વેલણ લઈ, રોટલી કરતા કરતા, રસોડામાંથી મારી પાસે આવીને ઉભા રહ્યા. થોડીક વાર શોકેસ સામે જોયું અને બોલ્યા,"કાંઈ નથી, બધું બરાબર છે."મને આશ્ચર્ય થયું."પણ અમુક સેકન્ડ્સ પહેલા હલી રહ્યો હતો.""રાજેશ, આ ટાઇમ પાસ કરવાનું મુક અને જલ્દી જઈને દૂધ અને બ્રેડ લઈ આવ. તારા પપ્પા અને ભાઈઓને ઓફીસે જવાનું મોડું થાય છે."હું અંદર જતા જતા બોલ્યો,"હાં, રાશીને લઈને જાઉં છું."મમ્મીએ બુંમ પાડી,"શું બધી બાજુ રાશીને ખેંચતો હોય છે! એકલો નથી જઈ શકતો?"હું કાંઈ પણ જવાબ આપ્યા વગર રાશીને બોલાવા ગયો. હું અઢાર વર્ષનો છું અને ગ્રેજ્યુએશનના