લવ બાઇટ્સ - પ્રકરણ-70

(128)
  • 6.2k
  • 2
  • 3.7k

લવ બાઇટ્સપ્રકરણ-70 સ્તુતિ સ્તવનને એનાં અકળામણ ભર્યા પ્રશ્નોનો સચોટ જવાબ આપી રહી છે આજે એનાં અંતરમનમાં રહેતી જન્મોથી સંગ્રહી રાખેલી લાગણીઓ સંવેદનાઓને વાચા આપી રહી છે. સ્તુતિએ કહ્યુ સ્તવન "પ્રેમ" એક એવી ઊર્જા છે એવું તત્વ છે કે એને જન્મ કે મૃત્યુ આવતા નથી એ સ્વયં એક પવિત્ર ઊર્જા છે ઇશ્વર સ્વરૂપ છે. પ્રેમને સાવ હલકો અને છીછરો ના બનાવીએ આપણાં જન્મ મરણનાં ફેરાં પણ એને ભૂલી નથી શકતાં કારણ કે બે જીવ સાચો અને પવિત્ર પાત્રતાવાળો પ્રેમ કરે એને ક્ષુલ્લક ઇચ્છાઓ કે વાસના નથી હોતી આપણાં મિલન સમયે આપણાં જીવ એકબીજાથી દૂર ના રહી શક્યાં શરીરનાં માધ્યમથી પણ પ્રેમની