રક્ત ચરિત્ર - 29

(15)
  • 3.1k
  • 1
  • 1.3k

૨૯"ભાઈ, ઉઠને..... મેં આવી મજાક કરી હતી એનો બદલો લે છે? હવે મજાક પુરી થઇ ચાલ ઉભો થા." સાંજએ નીરજને હલાવી નાખ્યો.સુરજએ તેને પકડીને નીરજથી દૂર કરી, "નીરજ આપણી વચ્ચે નથી રહ્યો.""ચૂપ, એકદમ ચૂપ." સાંજએ સુરજને ધક્કો માર્યો અને નીરજ પાસે બેઠી, "ઉઠી જા ભાઈ, નઈ તો હું ક્યારેય તારી સાથે વાત નઈ કરું. ઉઠ ને, ભાઈ.""સાંજ, એ નઈ ઉઠે...." શિવાનીએ સાંજના ખભા પર હાથ મુક્યો, સાંજએ શિવાનીના સૂના હાથ અને સૂનું ગળું જોયું.શિવાનીની રડી રડીને સુજી ગયેલી આંખો જોઈને સાંજને ધક્કો લાગ્યો, તેં નીરજને વળગીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી."ભાઈ..... સોરી ભાઈ....." સાંજએ પોક મૂકી, તેને રડતા જોઈને ત્યાં હજાર