સાસુ-વહુ

(26)
  • 6.5k
  • 3
  • 1.7k

શ્વેતા બેટા, તું તૈયાર થઈ કે નહિ..?? કેટલી વાર..?? જલ્દી કર હવે છોકરાવાળા આવતા જ હશે. " શ્વેતાની મમ્મી પીન્કી બેન શ્વેતાના રૂમનું બારણું ખખડાવી રહ્યા હતા અને બૂમો પાડી રહ્યા હતા. " આ અત્યારની છોકરીઓને તૈયાર થવામાં આટલો બધો ટાઈમ કેમ લાગતો હશે. " પીન્કી બેન બેઠક રૂમમાં આંટા મારી રહ્યા હતાં અને મનમાં ને મનમાં બબડી રહ્યા હતા. પીયુષ ભાઈએ તેમને ટોક્યા પણ ખરા કે, " હવે બૂમો પાડવાની અને બબડવાનું રહેવા દે, તે જ એને કહ્યું હતું કે, સરસ તૈયાર થજે, બહુ પૈસાવાળા ઘરનો છોકરો છે, દેખાવમાં પણ સરસ છે અને એન્જિનિયર થયેલો છે એટલે તારા કરતાં