ક્યાંથી શારૂયત કરું,કારણકે મારા પિતાજી હાલ હયાત નથી,એમને ગુમાવે બે વર્ષ થયી ગયા છે.પણ યાદ તો મારા સંસ્મરણો માં તાજી છે પિતાજી એટલે લખ્યું કે હું એક ગામડાના પરિવાર માં ઉછરેલી વ્યક્તિ છું.ત્યાં મે પપ્પા શબ્દ નો ઉપયોગ નથી કર્યો.વાત થાય તો પણ મારા પિતાજી.તરીકે.મારા પિતાજી ની વાત કરું તો એક સામન્ય ખેડૂત.,ખૂબ નાની ઉંમરે એમને પિતા ગુમાવ્યા.અને એમને ચાર ભાઈ અને ત્રણ બહેનો.કેમ કરી અભ્યાસ કરી શકે.એમને ફક્ત ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.એમને ઘરની તમામ જવાબદારી નાની ઉંમરે ઉપાડી.એ મારા દાદી જોડે સાથે મજૂરી કરવા જતાં.એ વખતે મારા પિતાજી પાસે જમીન નહોતી.મારા દાદી કચરા,પોતા કરવા જતાં હતાં