ન્યાય-અન્યાય

(16)
  • 4.6k
  • 1.8k

ન્યાય અન્યાય 'સરપંચ સાહેબ... સરપંચ સાહેબ...' ની બૂમો સાંભળી રાવજીભાઇ પથારીમાંથી સફાળા બેઠા થઇ ગયા હતાં. ડિસેમ્બરની કડકડતી ઠંડીમાં સવારના પાંચ વાગે પોતાના જ ઘરની ડેલીની બહાર કોઇ સ્ત્રી પોતાના નામની બૂમો પાડી રહી છે કે પોતાને કોઇ ભાસ થઇ રહ્યો છે? એવું સમજતા રાવજી પટેલને વાર લાગી હતી કારણકે મોડી રાત્રે મિત્રો સાથે બેસીને પીધેલી ભાંગના નશામાં ક્યારે ઘરે આવીને સુઇ ગયા એની ખબર એમને રહી ન હતી. બૂમો સાંભળી પથારીમાં બેઠા બેઠા હજી તો સત્ય ને ભ્રમણા વચ્ચેનો તફાવત શોધી રહેલા રાવજી પટેલના કાને ફરી બૂમો અથડાઇ હતી. "સરપંચ સાહેબ, મારા દીકરા ભાનુને બચાવી લો." કડકડતી ઠંડીમાં