ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-14

(57)
  • 4.4k
  • 2
  • 2.3k

(એલ્વિસના પ્લાન પ્રમાણે અકીરાએ અજયકુમારને તેના નવા ફાર્મહાઉસ પર લઇ જવા કહ્યું.ત્યાં અકીરાએ વાતવાતમાં અજયકુમારના મોઢે તેનું સત્ય બોલવડાવ્યું જે અકીરાના ગળાના પેન્ડલમા લાગેલા કેમેરા વળે અજયકુમારની પત્ની ,અજયકુમારનો સ્ટારમિત્ર પંકજકુમાર અને હર્ષવદને જોયું.અજયકુમારની પત્નીએ તેને તલાક આપવાનું કહી સંબંધ તોડી નાખ્યો અને પંકજકુમારે તેને પોતાની દિકરીથી દુર રહેવા કહ્યું.અકીરા ખુશ થઇ કે તેના રસ્તાનો મોટો કાંટો દુર થયો.) અકીરા ખૂબજ ખુશ હતી.તે પોતાના ઘરે આવીને તેની મમ્મી ગળે વળગી ગઇ અને નાચવા લાગી. "અરે વાહ! શું વાત છે આજે મારી દિકરી આટલી ખુશ કેમ છે?"મધુબાલાએ કહ્યું. "મમ્મી,અજયકુમાર નામનો કાંટો મારા રસ્તામાંથી હંમેશાં માટે હટી ગયો.આજ પછી તે ક્યારેય મારા