સંબંધોના વમળ - 18

  • 3.1k
  • 1.2k

ગતાંકમાં આપણે જોયું કે સ્વીટી પોતાનો જય સાથેનો ભૂતકાળ વિકીને જણાવે છે. સ્વીટીની આપવીતી સાંભળીને વિકી આશ્ચર્ય પામે છે. હવે આગળ……… "એને તો કોઈ ફરક નહોતો પડ્યો પણ મારું મન નહોતું માનતું. મેં સતત ફોન કર્યા પણ મારો નંબર બ્લોક હતો. આમ જ દિવસો પસાર થવા લાગ્યા જેમ સમય વહી રહ્યો હતો, હું વધુ ને વધુ તણાવ અને તકલીફ અનુભવવા લાગી. એક રાત્રે………" આંખોમાં આંસુ સાથે એ સ્થિર નજરે જોઈ રહી. જાણે કોઈ ઊંડા 'ઘા' એને હજી દર્દ આપી રહયાં હોય. "સ્વીટી……!! એમ કહેતા એના આંસુ લૂછવા સાહજિક રીતે જ લાગણીથી મારો હાથ લાંબો થયો