સંબંધોના વમળ - 15

  • 3.5k
  • 1.1k

ગતાંકમા આપણે જોયું કે, વિકીના પ્રેમ પ્રસ્તાવથી ઠેસ પામીને સ્વીટી મૌન રહીને ખુલ્લાં આકાશમાં તારાઓ જોતી આંસુ સારી રહી હોય છે ત્યારે મિલી અને ત્યાર બાદ વિકી એની તકલીફ, દુઃખ જાણવાનો ખૂબ પ્રયાસ કરે છે પણ કાઈ બોલતી નથી અને કંઈપણ બોલ્યાં વગર મિલી સાથે ત્યાંથી પોતાના ઘરે જવા નીકળી જાય છે. હવે આગળ ............. મને સમજાતું નહોતું કે, એવી મેં કંઈ ભૂલ કરી જેના કારણે એને આટલી ઠેસ કે દુઃખ પહોંચ્યું. એના ત્યાંથી ગયા પછી મને ત્યાં રોકાવું યોગ્ય ન લાગ્યું. હું વિચારોના વમળમાં ઘેરાય ગયો અનેક પ્રશ્નોએ મારા મનને વિચલિત કરી નાખ્યું.