દૈત્યાધિપતિ - ૨૧

  • 2.8k
  • 1
  • 1.4k

‘મારુ નામ મનસ્કારા છે.’ તે મને જોઈને બોલી. અને મનસ્કારા મરવા સુધાની ગાડી પર પડી હતી. એકદમ જે ક્ષણ તે ગાડી પર પડી, કે તરત જ ગાડી માંથી બહાર નીકળી ગયો. તે સુધાને જોઈ રહ્યો. અને તે સ્ત્રી ને પણ. બહાર નીકળતા તે ફૂટેલા કાચ પર પડયો. અને તેના હાથ પર લોહી - લોહીના ડાઘા થયા. સુધા પર, વિચિત્ર રીતે, કશુંજ ન પડ્યુ. તે છોકરી ડ્રાઇવરની સીટ પર પડી. અને સુધા તેણે જોતાંજ ચિત્કારી. ‘હવે શું કરીશું?’ તરતજ તેના મોઢા માંથી નીકળ્યું. અમેય શાંતિથી જોઈ રહ્યો. પછી તે દેહ પાસે આવ્યો. ‘તે હજી જીવે છે. એનામાં જીવિત લોહી છે.’ ‘શું?’