સંગાથ

(14)
  • 5k
  • 1
  • 1.5k

"માતાજીએ મારી પ્રાર્થના સાંભળી લીધી, સાંભળો છો તમે, ત...મે....દાદા બનવાના છો ને હું દાદી....થોડા મહિનાઓ પછી આપણું ઘર બાળકની કિલકારીઓથી ગુંજી ઉઠશે." વિદ્યાબેન હાથમાં પ્રસાદની થાળી લઈને પૂજાઘરમાંથી હરખથી બહાર આવ્યા અને મહેશભાઈ કાંઈ બોલે એ પહેલાં જ એમના મોઢામાં સુખડીનો ટુકડો મૂકી દીધો."કાલે જ ડબ્બો ભરીને સુખડી બનાવી મૂકી'તી, કાલે ઉદય અને ધારા ડૉ. પંડ્યા પાસે ચેકઅપ માટે ગયા હતા એનો રિપોર્ટ આજે સવારમાં જ આવી ગયો છે. મારી ધારણા સાચી પડી. ધારાને સારા દિવસો જાય છે. ધારા..... ધારા બેટા...."વહુને વ્હાલની વધામણી આપવા વિદ્યાબેન એને બેડરૂમમાં બોલાવવા ગયા. "જી મમ્મી, શું થયું? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? તમે આમ આકળા