એક પૂનમની રાત પ્રકરણ-35 દેવાંશ સવારે ઉઠી પરવારીને માં પાસેથી મીલીંદની બહેન વંદના દીદીની બધી વાતો સાંભળી માં એ કીધું એ ગુસ્સામાં લાગી મને. દેવાંશને આષ્ચર્ય થયું કે ગુસ્સામાં ? શા માટે ? હું તો ફક્ત મળવા ગયેલો ? હશે જે હશે એ પછી પોતાનો ફોન લઇને એક નંબર ડાયલ કર્યો અને પછી કહ્યું હાં મેં જે વાત કીધેલી એ સાચીજ લાગે છે ચોક્કસ કંઇક ગરબડ છે હું હમણાં નીકળું છું આપણે અશોકનગર મળીએ પછી મારે મારી જોબનાં પ્રોજેક્ટ અંગે જવાનું છે. અને એણે ફોન મૂક્યો. ************* વ્યોમાં ઉઠી પરવારીને જોબ માટે જવા તૈયાર થઇ રહી હતી અને એની મંમીએ એને બૂમ