એક પૂનમની રાત - પ્રકરણ-34

(122)
  • 8.4k
  • 3
  • 5.5k

એક પૂનમની રાત પ્રકરણ-34 દેવાંશ અને વ્યોમા બંન્ને જણાં પ્રેમની કબૂલાત કરી રહેલાં. દેવાંશે કહ્યું હવે તને હું ઘરે જ છોડી દઊં પછી ઘરે જઊં સારું કર્યું. આજે થાક પણ ખૂબ લાગ્યો છે. વ્યોમા એની વાત ઉપર હસી પડી.. હાં હાં આજે તને પેલીએ મહેનત ખૂબ કરાવી છે.. થાક્યોજ હોય ને તારી બધી તાકાત વપરાઇ ગઇ છે. દેવાંશે પણ હસતાં હસતાં કહ્યું એજસ્તો મારી બધી તાકાત તારામાં આવી ગઇ પણ સાચવજે સંગ્રહી ના રાખીશ નહીતર મોટાં પ્રોબ્લેમ થઇ જશે. વ્યોમાએ કહ્યું નાના કશુંજ નહીં થાય મેં ક્યાંક વાંચ્યુ છે પ્રેત પ્રેમનાં વારસદારના હોય એ માત્ર સાથીજ બની રહે ફળ ના મળે.