રોજગાર

(25)
  • 4.3k
  • 1.3k

રોજગાર "અરે યાર.! ક્યાં હું પત્રકાર બનવા આવ્યો હતો અને ક્યાં મને આવી ગંદી જગ્યાએ પ્રોજેક્ટ માટે મોકલી દીધો." રસ્તાની બે બાજુ વહી જતા ગટરના પાણીની વચ્ચે ડોકાતા રોડ પર સાવચેતીથી પગલાં પાડતા રવિ બબડ્યો.. રવિ.. રવિ પરમારને નાનપણથી રિપોર્ટર બનવું હતું. એને હંમેશાથી આ કામ ઉત્તેજક લાગતું અને એટલે જ એણે બી.એ વિથ જર્નાલિઝમ કરવાનું નક્કી કર્યું. કૉલેજના બીજા વર્ષમાં હતો અને એને ફિલ્ડ વર્ક માટે ગણિકાની જિંદગી ઉપર પ્રોજેક્ટ મળ્યો. આમ તો એની જોડે આ પ્રોજેક્ટમાં એનો ફ્રેન્ડ અભિજિત હતો, પણ એના પિતાની તબિયત અચાનક જ ખરાબ થઈ જતાં એ હોસ્પિટલની દોડાદોડીમાં પડ્યો હતો. એક વાર તો એણે