વાત્ત્સલ્ય.....

  • 4.6k
  • 1.5k

એક એવો વિસ્તાર જયાં...પાણી,વાણી,પવન ઘડીયે ઘડીયે બદલાય.ત્યાંનો એક ગરીબ છોકરો.મોટા પરિવાર નું ફરજંદ.કમાનાર ઓછાં,ખાનાર ઝાઝા.બાપ માથે દેવું અને વધુ બાળકોમાં ધ્યાન આપવું કે કમાવું?ખેતી ખરી પરંતુ આવક ખોટમાં.તે પોતે વિચારતો કે જો હું નહીં ભણું તો મારે પણ મારા બાપની દશા છે તેનાથી બદતર જીવવું પડશે તેમ સમજી મારે ક્યાંક આગળ ભણવા જવું છે.સમય વીતતો ગયો.ગામની શાળામાં સાતમું પાસ કરી હાથમાં રિઝલ્ટ અને અન્ય આધાર લઇ એક સંસ્થાની વાટ પકડી.ગામમાં સવાર પડે ને ખેતર જવાનું સાંતીડું ચલાવવાનું ભણવાનું,બળદ ગાય ને ચાર પુળો નિરણ કરી અભ્યાસનો નિત્યક્રમ તો ખરો.કામ પતે એટલે ફળીયાના ચોકમાં થોડીવાર લંગોટિયા દોસ્તો જોડે બેસી ગાભાની ગોદડીમાં એક