કુદરતનો ન્યાય.

  • 3.6k
  • 978

કુદરતનો ન્યાય લેખક: નાગરાજ "હ્ર્દય" કલારામ આર્ટસ કોલેજના કેમ્પસમાં અનેક વિદ્યાર્થીઓ ચેર પર બેઠા બેઠા ચિચિયારીઓ કરીને સિટી મારી રહ્યાં હતાં. તેઓની સામે એક ભવ્ય સ્ટેજ હતું. સ્ટેજ પર વેસ્ટન નૄત્ય કરતી મેનકા સમી સ્વરૂપવાન શલાકા દરેકને આકર્ષતી હતી. તે જન્મે ગુજરાતી હતી. પણ વિચારો અને આચારો પશ્ચિમી દેશોના પાળતી હતી. શલાકાએ પોતાના ગોરીલા ઘાટના શરિર પર વિદેશી વસ્ત્રો ધારણ કર્યાં હતાં. તે વસ્ત્રોમાં શલાકા આજે ફિરંગી પરી જેવી લાગતી હતી. એના ઘાટીલા તનની ગતિ વિધિ કંઈક અનોખું જ આકર્ષણ ઉભું કરી રહી હતી. માશૂકાઓની મધહોશ અદાઓ વચ્ચે ઓડિયન્સમાં બેઠેલાં વિદ્યાર્થીઓ માત્ર ફિરંગી પરીને જ જોવા આવ્યાં હોય તેમ તે બધાં