................ મેજર ધ્યાનચાંદ હોકીનાં જાદૂગર ................ ઓલિમ્પિક રમતોત્સવ રંગારંગ કાર્યક્રમ સાથે પૂર્ણ થયો ત્યારે એક એવાં જાદુગરની વાત કરવી છે જેમનાં વિષે (અને જેમની રમત વિષે પણ) જ્યારે પણ ચર્ચા થઈ હશે, એ કોઈ દંતકથા સમાન લાગી હોય. “મેજર ધ્યાનચાંદ” રખને એમ વિચારતાં કે ઉપર "ચાંદ " લખ્યું છે એ ભૂલથી લખ્યું છે. હકીકતમાં “ચાંદ” એ મેજર ધ્યાનચંદને અપાયેલી “તખલ્લુસ” (ઉપનામ કે ઉપમા) હતી. એમનું નામ સાચું નામ ધ્યાનસિંઘ હતું. ધ્યાનસિંઘના પિતા બ્રિટિશ આર્મીમાં હતા અને ધ્યાનસિંઘ પણ 16 વર્ષની ઉંમરે બ્રિટિશ ભારતીય સેનામાં ભરતી થયેલા. એ વખતે કવાયતો અને ટ્રેનિંગ બાદ ફુરસદમાં પરેડ ગ્રાઉન્ડમાં