દહેશત - 17

(62)
  • 5.7k
  • 1
  • 2.9k

એનાબેલની મમ્મી નેન્સીને ત્યાં, એનાબેલની દીકરી રેબેકાને મળીને, સબ ઈન્સ્પેકટર જિમીથી છુટી પડીને સોફિયા ટૅકસીમાં ત્યાંથી આગળ વધી, ત્યાં જ સોફિયાની નજર નેન્સીના બંગલા તરફ ગઈ હતી. -બંગલાના રૂમની ખુલ્લી બારી પાસે રેબેકા હાથમાં ઢીંગલી સાથે ઊભી હતી. રેબેકા સોફિયા તરફ તાકી રહી હતી, અને... ...અને રેબેકાની પાછળ, દસેક વરસની એક છોકરી ઊભી હતી ! એ છોકરીની મોટી-મોટી આંખો ફૂટેલી હતી ! ! એ છોકરી જાણે પોતાની ફૂટેલી આંખોથી સોફિયાને જોઈ રહી હતી ! ! !