દહેશત - 15

(56)
  • 5.4k
  • 1
  • 3k

ભૂત-પ્રેત અને વળગાડને લગતી ટી. વી. સીરિયલ ‘દહેશત’ના સેટ પર અત્યારે ટાંકણી પડે તોય અવાજ સંભળાય એટલી શાંતિ પથરાયેલી હતી. ડાયરેકટર, કૅમેરામેન, લાઈટમેન અને ફાધર રોબિનસન પોત-પોતાની કામગીરી માટે બિલકુલ તૈયાર હતા. રીચા ખુરશી પર બેઠી હતી, તેની સામે ટેબલ પર ‘દહેશત’ સીરિયલના પ્રોડયૂસર જોનાથનના જે મોબાઈલ ફોન પર છેલ્લે રીચાની લાશવાળો એમ. એમ. એસ. આવ્યો હતો, એ મોબાઈલ ફોન પડયો હતો. રીચાના ટેબલની પેલી બાજુ-રીચાની સામે ફાધર રોબિનસન ઊભા હતા. પ્રોગ્રામ શરૂ થવાની, રીચાને મોતનો મેસેજ આપનારા પ્રેતને ભગાડવા માટેની વિધિ શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી હતી.