દહેશત - 10

(55)
  • 5.5k
  • 2
  • 3.2k

સોફિયા ટેબલ ઉપર પડેલા તેના અને રીચાના મોબાઈલ ફોન તેમજ એ બન્ને મોબાઈલની બાજુમાં પડેલી બન્ને મોબાઈલની બેટરીઓ તરફ જોઈ રહી હતી. કાજલ, આનંદ, તેજલ અને માનવના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ કરીને, એમને એમના મોતનો સમય આપીને, પછી એ જ સમયે એમને મોતને ઘાટ ઊતારી નાંખનાર વ્યક્તિનો મિસ્ડ્‌ કૉલ રીચાના મોબાઈલ ફોન પર પણ આવ્યો હતો. રીચા ખૂબ જ ડરી ગઈ હતી. એનો ડર દૂર કરવા, તેમ જ મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિથી પીછો છોડાવવા માટે સોફિયાએ રીચાના તેમજ તેના પોતાના મોબાઈલ ફોનમાંથી બેટરી કાઢી નાંખી હતી