દહેશત - 9

(55)
  • 5.6k
  • 2
  • 3.2k

માનવ સોફિયા પાસેથી પોતાનો મોબાઈલ ફોન લેવા માટે સામેની ફૂટપાથ પરથી પાછો ફરી રહ્યો હતો, એ જ પળે, સામેની ફૂટપાથ અને આ બાજુની ફૂટપાથ પર ખોડાયેલા ઈલેકટ્રીકના બે થાંભલા પરના ઈલેકટ્રીકના જાડા વાયરમાં સ્પાર્ક થયો હતો-તણખાં ઊડયાં હતાં. એ વાયર તૂટી ગયો હતો અને તૂટેલા વાયરનો એક છેડો હવામાં લહેરાતો, સડક ક્રોસ કરી રહેલા માનવના શરીરને અડકયો હતો ! અને એ સાથે જ માનવને જોરદાર કરંટ લાગ્યો હતો ! માનવના શરીરે બે પળ આંચકા ખાધા હતા અને ત્રીજી જ પળે માનવ જમીન પરથી ઊંચકાઈને, સોફિયાના પગ નજીક આવીને પટકાયો હતો !