દહેશત - 5

(64)
  • 6.2k
  • 1
  • 3.6k

સોફિયાના જમણા હાથના કાંડાથી કોણી સુધીના ભાગની ચામડી ફાડીને એક પછી એક ભયાનક વીંછીને બહાર નીકળતાં જોઈને તેજલ પગથી માથા સુધી કાંપી ઊઠી હતી-થરથરી ઊઠી હતી. ‘સોફિયા ! તું રંજનાઆન્ટી સાથે વાતો કરી રહી છે, પણ તારા હાથ તરફ જો.., ભયાનક વીંછી નીકળી રહ્યાં છે !’ તેજલની જીભે આ વાકય સળવળી ઊઠ્યું, પણ તેના મોઢેથી આ વાકય બહાર નીકળી શકયું નહિ. આટલી વારમાં તો સોફિયાના હાથમાંથી દસ-બાર વીંછી બહાર નીકળી ચૂકયા હતા અને સોફિયાના ખભા તરફ આગળ વધી રહ્યા હતા. ત્યાં જ અત્યારે તેજલના ખભે રીચાનો હાથ મુકાવાની સાથે જ તેેના કાને રીચાનો સવાલ સંભળાયો : ‘તેજલ ! આમ તું ગભરાયેલી કેમ લાગે છે ? !’