‘આજે બપોરના કાજલના મોબાઈલ ફોન પર કૉલ આવ્યો હતો કે, ‘‘સાંજના સાત વાગ્યે એનું મોત થઈ જશે.’’ અને મોબાઈલમાંની વ્યક્તિના કહેવા પ્રમાણે કાજલનું બરાબર સાત વાગ્યે મોત થઈ ગયું હતું. હવે.., હવે આનંદનું કહેવું હતું કે, ‘‘એણે કાજલ સાથે આવી કોઈ મજાક કરી નહોતી,’’ અને ઊલટાનું આનંદનું કહેવું હતું કે, ‘‘સાંજના કાજલના મોબાઈલ પરથી એને મિસ્ડ્ કૉલ આવ્યો હતો, અને એણે સામે કૉલ કર્યો તો સહેજ ઘરઘરાટીવાળા અવાજમાં કાજલેે એને કહ્યું હતું કે, ‘‘કાલ બપોરના બાર વાગ્યે એનું મોત થઈ જશે !’’ આવા વિચાર સાથે જ અત્યારે સોફિયાનું હૃદય ફફડી ઊઠયું, ‘તો...તો શું આજ સાંજના કાજલ સાથે જે બન્યું હતું એવું જ કાલ બપોરના આનંદ સાથે પણ બનશે ? ! ? કાજલને આવેલા મિસ્ડ્ કૉલ પ્રમાણે જ કાજલનું સાંજના બરાબર સાત વાગ્યે મોત થયું હતું, તો શું આનંદને આવેલા મિસ્ડ્ કૉલ પ્રમાણે જ એનું કાલ બપોરના બરાબર બાર વાગ્યે મોત થઈ જશે ? !’ અને....