રાજ્યનો કૃષિમહોત્સવ,ખરો ધોમધખતો તાપ, ગામડે ગામડે ખેડૂત મિત્રો અને સરકારી કર્મચારી, અધિકારીઓ,પદાધિકારીઓની હડિયાપટ્ટી.હું પણ સુરતથી બદલી કરીને નવો સવો આવેલો.ના કોઈ પરિચય,સગું તેવે સમયે આંખો આતુર હતી દરેકને હોય તેમ સમાજનું કોણ કોણ છે? અને મળી પણ ગયું.ધીરે ધીરે ખૂબ મિત્રો બનતા ગયા. અમને અમારા આદર્શ શીખવતા કે ભગવાને જયાં મોકલ્યા છે ત્યાં તન મન લગાવી કામ કરો. જે કાંઈ કરવાનું કામ છે તેનું વળતર રૂપિયાના રૂપે પગાર આપે જ છે તો શા માટે દુઃખી થવું?દરેક જગ્યાએ થી જે કામ કરો છો તે કામમાં જ Enjoy મેળવી લેવો જોઈએ. આનંદ પ્રાપ્ત કરવા માટે કોઈ અલગ ઉંમર કે ક્લાસ હોતા નથી.