પૈડાં ફરતાં રહે - 22 - છેલ્લો ભાગ

  • 2.8k
  • 956

22 તો મારે બદલાવું પડે. હું બદલાયો જ. મને એસટીનો સ્ટાર્ચ કરેલો ઇસ્ત્રીટાઈટ ખાખી યુનિફોર્મ તો ગમતો જ. પછી ટેરીકોટન અને પોલીએસ્ટરનાં કાપડ આવ્યાં એમાં તો હું વધારે ચુસ્ત દેખાતો. ગામડાંની સ્કૂલમાં ભણવા જતો ત્યારે સરકારી સાહેબને ચમકતાં કપડામાં ફરતા જોઈ અંજાઈ જતો. આજે મેં ખાખી યુનિફોર્મને બદલે ચેકસ વાળું ફૂલસ્લીવ ક્રીમ શર્ટ અને મરૂન પેન્ટ પહેર્યાં છે. પોલિશ કરેલો બ્રાઉન લેધર બેલ્ટ, એ જ ટેન બ્રાઉન શૂઝ જે પહેલેથી હું પોલિશ તો કરતો જ. આજે બ્રશ ઘસી, ક્રીમથી ચમકાવેલા. કાંડે ગોલ્ડન ડાયલ અને બ્રાઉન લેધરના પટ્ટાવાળી રિસ્ટવૉચ. એકદમ ક્લીન શેવ. ટ્રીમ કરેલી મૂછો. મારી ભાષા તો જીવણ મહારાજે કીધું